તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં તાપમાનમાં વધારો, 38 ડિગ્રીથી ગરમી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં બુધવારે તાપમાનમાં વધારો થઈ 38 ડિગ્રીએ પહોંચતા ગરમીમાં વધારો થયો હતો. નવસારીમા છેલ્લા કેટલાંક દિવસથી તાપમાનમાં ઘટાડો થયો હતો. જે અંતર્ગત તા. 6ઠ્ઠીએ 33.2 ડીગ્રી, 7મીએ 32.4 ડીગ્રી, 8મીએ 35.5 ડીગ્રી અને 9મી એ 35.5 ડીગ્રી નોંધાયું હતુ. તાપમાન ઘટતા ગરમી પણ ઘટી હતી. આજે 10મીએ 2.5 ડીગ્રી તાપમાન વધી પારો 38 ડીગ્રી એ પહોંચી ગયો હતો. તાપમાનમાં વધારો થતા ગરમીમા પણ વધારો થયો હતો. સવારે લઘુત્તમ તાપમાન 21 ડીગ્રી નોંધાયું હતુ. કેટલાંક દિવસથી બપોરે હવામાં ભેજનું પ્રમાણ 50થી 68 ટકા સુધી રહેતા બફારાનો અનુભવ લોકો કરી રહ્યાં છે. જોકે આજે ભેજનું પ્રમાણ ઘટી 39 ટકા જ બપોરે નોંધાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...