તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રા.શાળાના બાળકોને સ્વેટર, બુટ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલી | જલાલપોર તાલુકામાં મરોલી વિસ્તારમાં સીમળગામ પ્રા.શાળાના 120 બાળકોને સીમળગામનાં જ વતની હાલ અમેરિકાના નિવાસી રમેશભાઇ નાથુભાઇ પટેલ, કાંતુભાઇ, મુકેશભાઇ પટેલ તરફથી તમામ બાળકોને સ્વેટર, બુટ-મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રમેશભાઇ નાથુભાઇ પટેલ તરફથી આ શાળાના બાળકોને દોઢ વર્ષથી સવારનો નાસ્તો આપવામાં આવે છે. લોકસહકારથી એક લાખ પચાસ હજાર જેટલું દાન મળે છે. જેમાં છગનભાઇ રવજીભાઇ પટેલ પરિવાર તરફથી પચાસ હજાર તથા ધર્મેશભાઇ પટેલ તરફથી 25 હજાર તથા અન્ય દાતાઓ તરફથી આ શાળાના કામકાજ અર્થે દાન મળેલ છે. હાલમાં આ શાળામાં રંગ રોગાનનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. લોક સહકાર મેળવવા માટે આ ગામના સરપંચ અશોકભાઇ આહિર તથા ઉપસરપંચ તથા શાળા સમિતિના પ્રમુખ આનંદભાઇ પટેલે સહકાર આપેલ છે. આચાર્ય સુરેશભાઇ ચૌધરી તથા શાળા પરિવાર, શાળા સમિતિના સભ્યો તથા એસ.એમ.સી દ્વારા તમામ દાતાઓ તેમજ સહકાર આપનારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...