તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી વિવેકાનંદ આંતરશાળા વકૃતત્વ સ્પર્ધા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારીની ભક્તાશ્રમ શાળા દ્વારા 7મી આંતરશાળા સ્વામી વિવેકાનંદના પ્રેરક જીવન પ્રસંગો આધારિત કથા-કથન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદની 157મી જન્મજયંતી પ્રસંગે 7મા મણકાની સ્પર્ધા 14 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. શાળા નિયામક ધર્મેશ કાપડીયાએ કહ્યું હતું કે સ્પર્ધા યોજવાનું મુખ્ય કારણ એ છે કે યુવા પેઢી સ્વામી વિવેકાનંદનાં આદર્શો અને વિચારો જાણે, આત્મસાત કરે. સ્વામી વિવેકાનંદ યોગ્દાનીથી પ્રેરિત થઈ ભારતના ભાવી નિર્માણ માટે સમર્પિત થાય એ મુખ્ય ઉદેશ્ય છે. નિર્ણાયક તરીકે પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને ધરમપુર કોલેજનાં ભૂતપૂર્વ આચાર્ય ડો. યોગેશ ભટ્ટ, ડી,ડી, ગર્લ્સ હાઇસ્કૂલનાં પૂર્વ શિક્ષક અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર કિશોર પટેલ, સામાજીક કાર્યકર અશોક રાઠોડે સેવા બજાવી હતી. આભારવિધિ અરનવાઝ દસ્તુરે કરી હતી. સ્પર્ધામાં પ્રથમ આર્ચી પરમાર (આર.જે.જે.), દ્વિતીય ક્રમે પ્રાચી આહિર (ભકતાશ્રમ) અને તૃતીય પાર્થ મિશ્રા (આર.જે.જે.) વિજેતા જાહેર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો