તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંકાસ્પદ કોરોના દર્દી દાખલ છતાં માસ્ક વગર લોકોની અવરજવર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી નવી સિવિલ ખાતે ગણદેવીના દુબઇથી પરત ફરેલા એક વ્યક્તિને તાવ અને શરદી ખાંસી થતા બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જોકે તે બાદ તેને કોરોના વાયરસ હોવાની શંકાના પગલે નવસારીની નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસ તેને દેખરેખમાં રાખવામાં આવ્યો હતો. આઇસોલેશન વોર્ડના મેલ વોર્ડમાં તેની સતત ચકાસણી કર્યા બાદ કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ ગતરોજ તેને રજા આપવામાં આવી હતી. જોકે આ શંકાસ્પદ કોરોના દર્દીના દાખલ થયા બાદ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું હતું. દિવ્ય ભાસ્કરે સિવિલમાં દાખલ ગણદેવીના ભાઠા ગામના દર્દી અને તેના પરિવાર સાથે વાત કરી હતી. શંકાસ્પદ કેસ નોંધાયા બાદ સિવિલ તંત્રની આગોતરા તૈયારીની વાતો પણ પાયા વગરની સાબિત થઇ હતી.

આઇસોલેશન વોર્ડમાં કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી દાખલ હોવા છતાં પણ સામાન્ય માણસો વોર્ડમાં માસ્ક પહેર્યા વગર અને બીજી કોઈપણ તકેદારી રાખ્યા વગર ફરતા જોવા મળ્યા હતા. હજારોની સંખ્યામાં દરરોજ દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે, છતાં પણ સિવિલ તંત્ર દ્વારા કોઈ જ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હોય તેવું જણાયું નથી.

સિવિલ તંત્ર ઊંઘતું ઝડપાયું

દેશભરમાં અચાનક કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ નવસારીની સિવિલ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે આગોતરી તૈયારી કરી હોવાની વાતો કરતું સિવિલ તંત્રની પોલ શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીના દાખલ થયા બાદ ખુલી ગઈ હતી. શંકાસ્પદ દર્દી જેવો દાખલ થાય કે તરત જ તેને તકેદારીના ભાગરૂપે કિટ પહેરાવવાની હોય છે તેમજ તેનો ઈલાજ કરતા ડોક્ટર, વોર્ડ બોય, નર્સને પણ આ કિટ પહેરવી ફરજીયાત હોય છે, પરંતુ સિવિલ તંત્ર દ્વારા આગોતરી તૈયારી થઇ ન હોવાની વાતો પણ સિવિલમાં કામ કરતા કર્મચારીઓના મુખે સંભળાઈ રહી છે. મળતી માહિતી મુજબ ક્યારેક ક્યારેક જ દર્શન આપતા સિવિલ સર્જન મેડમની ગેરહાજરીના કારણે આ કિટ મંગાવવામાં મોડું થયું હતું. સિવિલ સર્જન મેડમની સહી વગર આ કિટ મંગાવી શકાય તેમ ન હતું. બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાના શંકાસ્પદ દર્દીના આવ્યા બાદ આ કિટ તાત્કાલિક મંગાવવામાં આવી હતી.

ગોળીગઢના મેળામાં ફરીને આવ્યા બાદ તબિયત બગડી

10 વર્ષ થી પણ વધુ સમયથી હું દુબઈમાં ડ્રાઈવર અને ઈલેક્ટ્રીશિયન તરીકે ત્યાંની ખાનગી કંપનીમાં કામ કરું છું. હોળીનો તહેવાર હોવાથી પરિવારને મળવા માટે હું ગામ આવ્યો હતો. જ્યાં ગોળીગઢના મેળામાં અમે ફરવા ગયા હતા. જ્યાંથી પરત ફર્યા બાદ મને અચાનક તબિયત બગડી હતી અને મારા પરિવારે મને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને પછી મને અહીં સિવિલમાં લાવ્યા હતા. 2 દિવસ મારી તપાસ બાદ હવે મને સારું છે. > દાખલ દર્દી

બધા રિપોર્ટ નેગેટીવ આવ્યા

મારા પતિની તબિયત અચાનક બગડી જતા અમે તરત જ બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોકટરોએ કોરોના વાયરસ હોવાની વાત કરતા અમે ગભરાઈ ગયા હતા. બે દિવસ અહીં સિવિલમાં દાખલ રાખ્યા હતા. જોકે હવે મારા પતિની તબિયત સારી છે અને એમના રિપોર્ટ બધા જ નેગેટીવ આવ્યા છે. > દર્દીના પત્ની

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો