તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલાછ ખાતે સબયાર્ડનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારની વરહ: કિસાન કલ્પવૃક્ષ યોજના અન્વયે બજાર સમિતિના આધુનિકરણ અને પાયાની સગવડો ઉભી કરવા બજાર સમિતિ, વાંસદાને લગભગ 27 લાખ જેટલી સહાય આપવામાં આવી હતી અને બજાર સમિતિ પોતાના ફંડમાંથી 38 ખર્ચી કુલ 65 લાખના ખર્ચે સબયાર્ડ, અંકલાછ ખાતે ઓફિસ, ગોડાઉન, ઓક્શન સેડ, ટોઇલેટ બ્લોક, રોડ, પાણીની સગવડ, કમ્પાઉન્ડ વોલ વિગેરેની સગવડ ઉભી કરશે. કોન્ટ્રાક્ટમાં પારદર્શિતા જળવાય તે માટે બજાર સમિતિ, વાંસદા દ્વારા ઇ-ટેન્ડરીંગની પ્રક્રિયા દ્વારા ટેન્ડરીંગ કરવામાં આવ્યું હતું.

ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ સહિત વસુધરા ડેરીના ચેરમેન ગમનભાઇ પટેલ, વાંસદાના માજી ધારાસભ્ય અને સંસ્થાના માજી ચેરમેન છનાભાઇ ચૌધરી, બજાર સમિતિના વાઇસ ચેરમેન ભગુભાઇ પટેલ હાજર રહ્યાં હતાં. હરાજીના વેચાણથી ખેડૂતોને પોતાની જણસીના પોષણક્ષમ ભાવો મળશે તેમજ વેપારીઓને પણ એક જ સ્થળેથી પોતાની જરૂરીયાત મુજબની જણસી મળી રહેશે એવો આશાવાદ સેવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...