ચિત્તની સમાધિ અને સ્થિરતા પ્રાપ્ત કરવા પ્રભુનાં ધામ ઊર્જાનાં ભંડારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | શ્રી રત્નચિંતામણી પાર્શ્વનાથ બાવન જીનાલય નવસારી તીઘરા રોડ ખાતે પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં 11મી સાલગીરીના ધ્વજારોહણનો કાર્યક્રમ રંગેચંગે સંગીતની સરગમ સાથે ઉજવાયો હતો. શ્રી રતનચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની મુખ્ય ધ્વજારોહણનો લાભ મંજૂલાબેન ધનસુખલાલ શાહ પરિવારે ઉછળતા ભાવે લીધો હતો. 10 વર્ષ અગાઉ બાવન જીનાલયની અંજનશલાકા અને પ્રતિષ્ઠા પૂજ્ય શાસન પ્રભાવક આ.દેવ પ્રબોધચંદ્રસૂરિશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં યોજાઈ હતી. ધ્વજારોહણ પ્રસંગે ભવ્ય રથયાત્રા નીકળી હતી. 10 વર્ષમાં તો આ બીજ આજે વટવૃક્ષ બનીને ફુલ્યું ફાલ્યું છે. દ.ગુજરાતમાં જીનાલય શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. જીનાલયની પાસે જૈનોની વસતિ પણ વધી છે.
અન્ય સમાચારો પણ છે...