તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોરના એક જ વિસ્તારમાં 3 ઘરમાંથી ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરમાં ગતરાત્રે એક જ વિસ્તારમાં આવેલા ત્રણ ઘરોમાં તસ્કરો પ્રવેશી ગયા હતા. જોકે મોટો હાથ મારી શક્યા ન હતા અને કુલ 19 હજારની ચોરી થયાનું જાણવા મળ્યું છે.

વિજલપોરના વોર્ડ નં. 6માં પાલિકા કચેરીના પાછળના ભાગે પ્રભાકુંજ એપાર્ટમેન્ટ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એપાર્ટમેન્ટ આવેલા છે. ગત ગુરૂવારની રાત્રિએ પ્રભાકુંજ બી એપાર્ટમેન્ટમાં તસ્કરો પ્રવેશી ગયા હતા. પ્રથમ માળે બી-106મા રહેતા રાકેશ દેવાંગના ઘરમાં બારીમાંથી ઘૂસી ગયા હતા. અહીં સિટીંગ રૂમમાં રેફ્રિજરેટરના ઉપરના ભાગે મુકેલા રોકડ રૂ. 2500 લઈ ગયા હતા.

આ ઉપરાંત પ્રભાકુંજમાં 306મા રહેતા મહેશભાઈ નરસિંહભાઈ પટેલના મકાનમાં પણ બારીમાંથી રાત્રે ઘૂસી ગયા હતા. જ્યાં ઘરમાં પર્સમા મુકેલા રૂ. 4 હજાર લઈ ગયા હતા. આ ઉપરાંત ગતરાત્રે જ પ્રભાકુંજ એપાર્ટમેન્ટની લગોલગ આવેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ એપાર્ટમેન્ટમાં પણ તસ્કરો ઘૂસી ગયા હતા. જ્યાં રૂમ નં. 209મા રહેતા સતીશચંદ્ર રાજેન્દ્રપ્રસાદ યાદવના ઘરમાં ઘૂસી એક વીવો કંપનીનો મોબાઈલ તથા રૂ. 4 હજારની ચોરી કરી લઈ ગયા હતા.

આમ ત્રણેય ઘરમાંથી અંદાજે કુલ રૂ. 19 હજારની માલમત્તા ચોરી થયાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જલાલપોર પોલીસ મથકમાં એફઆઈઆર થઈ ન હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...