તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નારણ લાલા સ્કૂલમાં ધો. 10 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવે એ હેતુસર 25 વર્ષથી વધુ સમયથી શિક્ષણક્ષેત્રે જોડાયેલાં મનોવિજ્ઞાનના નિષ્ણાંત ડો. અશ્વિનભાઈ શર્માના મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય પ્રિતેશકુમાર ટેલરે મહેમાનનો શાબ્દિક આવકાર કર્યો હતો. કેમ્પસ નિયામક ડો. દિનુભાઈ નાયકે વિદ્યાર્થીઓના મગજની ચીકુ સાથે સરખામણી કરતા તમે તમામ પરીક્ષાઓ માટે શક્તિઓ ધરાવો છો એમ કહી આત્મવિશ્વાસ અપાવ્યો હતો. કાર્યક્રમમાં ડો. અશ્વિનભાઈએ માન્યતાઓની જેલ તોડી, પોતાના આત્મવિશ્વાસ અને મહેનત દ્વારા દરેક સફળતા પ્રાપ્ત કરી શકે છે એ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે વાર્તા, ઉદાહરણો અને પોતાની આગવી છટાથી વિદ્યાર્થીઓને જકડી રાખ્યા હતાં. સંસ્થાના ચેરમેન મહેશભાઈ કંસારાએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમની તૈયારીઓ માટે સફળતાપૂર્વક આયોજન કરો એવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ અને ડો. અશ્વિનભાઈ શર્મા વચ્ચે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી વિજયભાઈ કંસારા, સુપરવાઈઝર નિરવભાઈ શાહ, વિવિધ વિદ્યાશાખાના આચાર્યો, શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો