તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા અપાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફ્રેન્ડ્સ ન્યું ઇંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ સંચાલિત જે. જે. મહેતા સાર્વ. હાઇસ્કુલમાં ઇનામ વિતરણ તથા આગામી માસમાં ધો.10 તથા ધો.12 નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા માટે શુભેચ્છા સમારંભ ટ્રસ્ટના પ્રમુખ પ્રા. બી. એચ. પટેલના અધ્યક્ષસ્થાને તથા મંત્રી મગનભાઇ પટેલ તથા ટ્રસ્ટી નીનાબેન મહેતા, કિશોરભાઇ સોની વગેરેની હાજરીમાં તા. 23.2.2019 નાં દિવસે શાળાના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાથી તથા શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી મૌન પાળીને રાષ્ટ્રવંદનાથી કરવામાં આવ્યો હતો. શાળાના ઇન્ચાર્જ આચાર્ય વિનોદભાઇ બાગલેએ મહેમાનોનો શાબ્દિક આવકાર તથા પરિચય આપ્યો હતો. તનતોડ મહેનત કરી પ્રથમ, દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો