તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

S.S. અગ્રવાલ સ્કૂલની ફીમાં 2100થી 5800 સુધીનો ઘટાડો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીની વીરાંજલી માર્ગ ઉપર આવેલી એસ.એસ. અગ્રવાલ પબ્લિક સ્કૂલની ફી નિર્ધારણ સમિતિએ નક્કી કરી દીધી છે. સ્કૂલ દ્વારા નક્કી કરાયેલી ફી કરતા વર્ષ 2017-18 માટે રૂ. 2100થી લઈ રૂ. 5800 સુધીની ફીમાં ઘટાડો કરાતા વાલીઓને રાહત મળશે.

સમગ્ર રાજ્યમાં શાળાઓમાં ફીનું ધારાધોરણ નક્કી કરવા માટે સરકારે ફી નિર્ધારણ સમિતિની રચના કરી છે જે સ્કૂલની ફીની સામે જરૂરી ફીમાં ઘટાડો કરી સ્કૂલ મેનેજમેન્ટને ફીની રકમ નક્કી કરી આપે છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તેમના દ્વારા નક્કી કરાયેલી ફી જ લેવાની હોય છે. નવસારી જિલ્લામાં અગાઉ ડિવાઈન, શેઠ આર.જે.જે., સત્યસાંઈ, એ.બી. સ્કૂલની ફી ઉપર પણ ફી નિર્ધારણ સમિતિએ ધારાધોરણ નક્કી કરી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા લેવાતી ફીમાં કાપ મુક્યો હતો. હવે નવસારીની એસ.એસ. અગ્રવાલ પબ્લિક સ્કૂલની ફીમાં પણ સમિતિએ ફી નક્કી કરી દીધી છે. ગુજરાત બોર્ડના ગુજરાતી માધ્યમમાં પ્રિ. પ્રાયમરીમાં વર્ષ 2017-18 માટે સ્કૂલની ફી રૂ. 21 હજાર હતી, જેની સામે સમિતિએ રૂ. 18900ની ભલામણ કરી છે. જેને વાલીઓને રૂ. 2100નો ...અનુ. પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...