પડી ગયેલી સુપાની મહિલાનું મોત
નવસારી | નવસારીના સુપા ગામે નિશાળ ફળિયામાં રહેતી ટીનુબેન હળપતિ ગત 1 એપ્રિલે પોતાના ઘરના પગથિયાં પાસેથી ઊતરતી વેળા એ અકસ્માતે પડી ગઈ હતી, જેને પગલે તેના માથા અને શરીરના ભાગે ઇજા થઈ હતી. તેને સારવાર માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેનું શુક્રવારે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ હોસ્પિટલના તબીબે કરતા ુ તપાસ એએસઆઈ રણછોડ માનસિંહ કરી રહ્યા છે.