તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણ પહેલા જ નવસારી વિસ્તારમાં 16 પક્ષી ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી પંથક તથા નજીકના વિસ્તારમાં ઉત્તરાયણ પહેલા જ 16 પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થઈ ગયા છે, જેમાં એકનું મૃત્યુ થયું છે.

આમ તો 14મી જાન્યુઆરીને ઉત્તરાયણના દિને જ પતંગ વધુ આકાશમાં ઉડાવાય છે પરંતુ ઘણાં રસિકો પતંગ ઉડાડવા માંડે છે. પતંગ ઉડાડતા દોરાથી પક્ષીઓ ઘાયલ થાય છે. આ બાબતને ધ્યાને લઈ અનેક એનિમલ સેવિંગ, બર્ડ સેવિંગની એનજીઓનો સહકાર લઈ વનીકરણ નવસારી વિભાગે પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે લોકજાગૃતિ આણવાની સારવાર આપી બચાવી લેવાની કામગીરી હાથ ધરી હતી.સોમવારે સાંજ સુધીમાં દોરાથી ઘાયલ 16 પક્ષીઓ મળી આવ્યા હતા. જેમાં 13 કબૂતર, 1 મોર, 1 ઘુવડ અને 1 હોલો પક્ષીનો સમાવેશ થાય છે.

પક્ષી બચાવવાના કેટલાક સૂચનો
સવારે 9 પહેલા અને સાંજે 5 પછી પતંગ નહીં ઉડાવવો. ઘાતક દોરીનો ઉપયોગ ટાળવો. ઘાયલ પક્ષીને બચાવ કેન્દ્ર એ લઈ જઈએ.

ઘાયલ પર પાણી ન રેડીએ ધાબા, વૃક્ષઓ પર ફસાયેલા દોરીનો નિકાલ કરીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો