તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર જે.જે. પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાયો, બાળકોએ પેટ્રિઓટિક ડાન્સ કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં નર્સરીથી ધો. 5ના બાળકોનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ શેઠ આર. જે.જે. હાઈસ્કૂલના જોખી હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમના પ્રમુખ તરીકે પીએસઆઈ કમલેશભાઈ સોનવણે તેમજ લોકલ કમિટી મેમ્બર પરસી દોટીવાલા, નોશીર સબાવાલા, નેવિલ દુત્યા તેમજ ભગિની સંસ્થા શેઠ આર.જે.જે. હાઈસ્કૂલના આચાર્ય અમીષભાઈ મહેતા, પ્રા. વિભાગના આચાર્યા દિપિકાબેન તેમજ સર જે.જે. હાઈસ્કૂલના આચાર્યા તનાઝ પાત્રાવાલા હાજર રહ્યા હતા. શાળાના આચાર્યા કડોદવાલા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. નર્સરીથી ધો. 5ના બાળકોએ વેલકમ સોંગ, કાર્ટૂન સોંગ, લવ યુ જિંદગી, વેર્સ્ટન ડાન્સ, ફિલ્મી ડાન્સ, બોલ ડાન્સ, ડાંગી નૃત્ય વગેરે રજૂ કરી સૌને મનોરંજન પુરૂં પાડ્યું હતું. દરેક કૃતિની તૈયારી ડાન્સ ટીચર નેહાબેન અને તેમની ટીમે કરાવી હતી. અંતે શાળાના આચાર્યાના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારના તમામ સભ્યો દ્વારા આયોજનપૂર્વક ધો. 4ના બાળકોનો પૈટ્રીઆટીક ડાન્સ દેશની સલામતી અને પુલવામાં શહીદ થનારા શહીદોને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો