તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંડોલપાડામાં સિકલસેલ એનિમિયા ફોલોઅપ કેમ્પ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંડોલપાડા ગામે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સિકલસેલ એનિમિયા દર્દીઓ માટેનો મેડિકલ ફોલોઅપ કેમ્પ યોજાયો હતો.

કેમ્પમાં ડો.અનિલ પટેલ મેડિકલ ઓફિસર દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. ડો.ડેલીવાળા નોડલ ઓફિસર સિકલસેલ એનિમિયા પ્રોગ્રામ દ્વારા આ કેમ્પની હેતુ તથા કેમ્પની રૂપરેખા અને મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. વલસાડ રક્તદાન કેન્દ્રના ભાવેશભાઈ રાઈયા દ્વારા સિકલસેલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અનિતાબેન પટેલ દ્વારા આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી અને સિકલસેલ રોગમાં લેવાની કાળજી વિશે આરોગ્ય સેવાનો પૂરતો લાભ લેવા માટે સમજ આપી હતી. રોગપ્રતિકારક શક્તિ તથા લોહત્ત્વનું પ્રમાણ જાળવવા સમજણ આપી અને દર્દીઓને પોષણ કિટનું વિતરણ કર્યું હતું. બારૂકભાઈ ચૌધરીએ રોગને નિયત્રણમાં રાખવા આરોગ્ય વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેમાં દરેક સહભાગી થઈ સિકલસેલને નિયંત્રણમાં રાખી તેનું પ્રમાણ ઓછું રાખવામાં મદદરૂપ થવા આહવાન કર્યું હતું. કેમ્પમાં 125થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો