તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદામાં વૈષ્ણોદેવી મંદિરની સાલગીરી નિમિતે શોભાયાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા સરકારી કચેરી પાછળ આવેલા વૈષ્ણોદેવી અંબે માતાના મંદિરની કારતક સુદ પૂર્ણિમાના દિવસે સાલગીરી ઉજવાય છે. જેના આગલા દિવસે નગરમાં માતાજીની શોભાયાત્રા નીકળે છે. જે અંતર્ગત સોમવારે માતાજીની શોભાયાત્રા ડીજેના તાલે તથા ઘેરૈયા નૃત્ય સાથે વાંસદાના મેઈન બજાર થઈ વિવિધ સ્થળોએ ફરી મંદિરના પટાંગણમાં પૂર્ણ થઈ હતી. કારતક સુદ પૂર્ણિમાના દિવસે માતાજીના મંદિરે સવારે પૂજા-અર્ચના કર્યા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...