તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં લારીવાળાઓને ફાળવેલી જગ્યા શાળા માટેનો રિઝર્વ પ્લોટ !

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના લુન્સીકૂઈ સ્થિત ખાઉધર ગલીને જયશંકર પ્લોટ નજીકની પાલિકાની જે જગ્યાએ સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાયો છે એ જગ્યા ‘સ્કૂલ’ માટેનો રિઝર્વ પ્લોટ હોવાની જાણકારી બહાર આવી છે.

નવસારીના લુન્સીકૂઈ વિસ્તારમાં ઉભી રહેલી ખાણીપીણીની લારીઓને જયશંકર પાર્ટી પ્લોટ નજીક પાલિકાના શોપિંગ સેન્ટરની પાછળની ખુલ્લી જગ્યાએ ખસેડવાનો આદેશ હાલમાં આપ્યો હતો. આ આદેશથી વિવાદ સર્જાયો છે, જેમાં જ્યાં લારીવાળાએ નવી જગ્યાએ જવા નારાજગી બતાવી છે તો જે પાલિકાના પ્લોટમાં સ્થળાંતરનો આદેશ અપાયો છે તે જગ્યા નજીકના રહેવાસીઓએ પણ તેમના વિસ્તારમાં ‘ખાઉધર ગલી’ બનાવવાનો વિરોધ કર્યો છે. જોકે હાલમાં ...અનુસંધાન પાના નં. 2

લારીવાળાને આ પ્લોટ ન ફાળવવો જોઈએ
મારી જાણકારી મુજબ પણ લારીવાળાને ફાળવાયેલી જગ્યા સ્કૂલનો રિઝર્વ પ્લોટ છે તેથી આ જગ્યા ઉપર લારીવાળાઓનું સ્થળાંતર કરી શકાય જ નહીં. અમે આ બાબત પાલિકાના સીઓને પણ કરી છે. ધવલ દેસાઈ, સ્થાનિક કાઉન્સિલર, નવસારી પાલિકા

લારીવાળાને ફાળવાયેલી જગ્યા શાળાનો રિઝર્વ પ્લોટ હોવાની જાણકારી.

અન્ય સમાચારો પણ છે...