સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત બા. લ. પરીખ પ્રાથમિક વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી : સંસ્કારભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રી બા.લ.પરીખ પ્રાથમિક વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકતા સંસ્થાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ તથા ઉપપ્રમુખ ભરતભાઈ દેસાઈએ 21મી સદીએ જ્ઞાનની સદી છે તેમ જણાવી જેમણે કૃતિઓ-મોડેલો તૈયાર કરી રજૂ કર્યા છે તે સરાહનીય છે. વિદ્યાર્થીઓ-શિક્ષકોને ધન્યવાદ પાઠવ્યા હતા. રતિલાલભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. બે દિવસના આ ગણિત-વિજ્ઞાન મેળાના નિરીક્ષણ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ મેળામાં તીડનો ત્રાસ, સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર, આઈટીએસ, 3ડી હોલોગ્રામ
અને વર્તુળના ભાગો કૃતિ
વિજેતા બની હતી. જેમને મહેમાનોના હસ્તે પુરસ્કાર એનાયત થયા હતા.
અન્ય સમાચારો પણ છે...