આજે દાંડીથી સાબરમતીની કોંગ્રેસી ‘ગાંધી સંદેશયાત્રા’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીમૂલ્યોનો સંદેશ લોકોમાં પહોંચાડવ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની આગેવાનીમાં 27મીએ દાંડીથી સાબરમતી આશ્રમ સુધીની ‘ગાંધી સંદેશયાત્રા’ નીકળશે.

પત્રકાર પરિષદમાં માહિતી આપતા યાત્રાના કન્વિનર કોંગ્રેસ અગ્રણી મૌલિન વૈષ્ણવે જણાવ્યું કે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બે ‘ગાંધી સંદેશયાત્રા’ નીકળશે. જેમાં એક દાંડીથી સાબરમતી અને બીજી પોરબંદરથી સાબરમતી આશ્રમ જશે. દાંડીથી 27મી સપ્ટેમ્બરે 10વાગ્યે વાહનોની ‘ગાંધી સંદેશયાત્રા’ની આગેવાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા ...અનુ. પાના નં. 2

યાત્રામાં હેલમેટ અંગે તર્કવિતર્ક
ગાંધી સંદેશ યાત્રા દ્વિચક્રી વાહન ઉપર નીકળશે ત્યારે યાત્રામાં વાહનચાલકો હેલમેટ પહેરશે કે નહીં તે મુદ્દો ચર્ચાસ્પદ બનવાની વકી છે. હાલ હેલમેટ પહેરવાનું અને ન પહેરે તો ભારેખમ દંડ ચર્ચામાં છે ત્યારે કોંગ્રેસની યાત્રામાં હેલમેટ ઉપર લોકોની નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...