તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાઈ ખાતે મકરસંક્રાંતિના મેળા માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામ ઉનાઈ ખાતે ભરાતા મકરસંક્રાંતિ મેળામાં માનવ મહેરામણ ઉમટશે. દક્ષિણ ગુજરાતના ખૂણેખૂણેથી લોકો મેળાને માણવા આવશે ત્યારે મેળા માટે પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે. મનોરંજનના સાધનો ભારે આકર્ષણ જમાવશે. દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે મકરસંક્રાંતિ અને ચૈત્ર મેળો ભરાય છે. મકરસંક્રાંતિને મેળાનું મહત્ત્વ વધુ હોવાનું લોકો જણાવે છે.આ મેળામાં દક્ષિણ ગુજરાતના ખૂણેખૂણેથી આવતા હોય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં ખસતો હોવાથી આ દિવસને મકરસંક્રાતિ તરીકે ઓળખવામાં આવે છે.

આ દિવસે પવિત્ર તીર્થસ્થાનો તેમજ નદીઓમાં સ્નાન કરવાનું વધુ હોવાથી ઉનાઈના ઐતિહાસિક ઝરાના ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓ તેમજ મેળામાં આવતા લોકો પડાપડી જોવા મળશે.

આ સાથે મકરસંક્રાંતિના દિવસે દાનનું મહત્ત્વ હોવાથી લોકો વિવિધ વસ્તુઓનું દાન કરતા હોય છે. લોકો દૂરથી દાન કરવા માટે ઉનાઇ મંદિરે આવતા હોય છે ત્યારબાદ તેઓ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી ઉનાઈ ખાતે ભરાતા મેળામાં મોજ માણતા હોય છે. મેળામાં આવતા લોકોને મનોરંજનના સાધનો ચકડોળ, ઝુલા, મોતનો કૂવા, તોરાતોરા જેવી રમતના સાધનો લોકોમાં આકર્ષણ જમાવતું હોય છે.

ઉનાઈ ખાતે મકરસંક્રાંતિના મેળા માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓ.

અન્ય સમાચારો પણ છે...