RTOએ લાલ આંખ કરતા વર્ધી મારતા ચાલકોમાં ફફડાટ

Navsari News - rto fluttering the red eye 071009

DivyaBhaskar News Network

Jun 18, 2019, 07:10 AM IST
નવસારીમાં સ્કૂલ વર્દીના વાહનચાલકો મોડી સાંજે નવસારી લુન્સીકૂઈ મેદાન ખાતે બેઠક કરી હાલમાં આરટીઓ વિભાગ દ્વારા અપાય રહેલા મેમો અંગે ચર્ચા વિચારણા કરી હતી. જોકે આ બેઠકમાં કોઈ યોગ્ય નિર્ણય લઈ શકાયો ન હતો. કેટલાકે પોતાની રીતે સ્કૂલવર્દી ચાલુ રાખવાની તો કેટલાકે આ બાબતે વહીવટી તંત્રમાં યોગ્ય રજૂઆત અંગે ચર્ચા કરી હતી પરંતુ કોઈ નિર્ણય ન આવતા વાહનચાલકો અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. સરકાર દ્વારા સ્કૂલ વર્દીના વાહનો ઉપર દંડાત્મક કાર્યવાહી સંદર્ભે યોગ્ય નિર્ણય લે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

નવસારીમાં મોડી સાંજે લુન્સીકૂઈ મેદાન ખાતે અંદાજિત 80 જેટલા સ્કૂલ વર્દીના વાહનચાલકોની એક બેઠક મળી હતી. શહેરમાં ચાલતી શાળાઓમાં બાળકોને લાવવા લઈ જવા માટે ખાનગી વાહનો જેવા કે રિક્ષા અને વાનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આ ખાનગી વાહનો સામે નવસારી આરટીઓ પણ લાલ આંખ કરી છે અને મેમો આપવાનો શરૂ કરતા સ્કૂલ વર્દી મારનારા વાહનચાલકોમાં ખળભળાટ મચી ગયો છે. જેના પગલે લુન્સીકૂઈ મેદાનમાં આ સ્કૂલ વર્દીના વાહનચાલકોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં વાહનચાલકોની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ સ્કૂલ વર્દી માટે જરૂરી નીતિનિયમોનું પાલન કરવા અંગે મતમતાંતર જોવા મળ્યો હતો અને બેઠક ભાંગી પડી હતી. આગામી દિવસોમાં વધુ બેઠક થાય અને આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તે માટે ઉચ્ચકક્ષાએ વહીવટીતંત્રમાં રજૂઆત કરવા અંગેનું પણ ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાન્સપોર્ટેશનને લઈ આરટીઓ કડક થતા હાલ વર્દી મારતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા ત્રણેક દિવસમાં આરટીઓ દ્વારા 30થી વધુ મેમા આપવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં તે અંગે વધુ કડકાઈ દાખવવામાં આવનાર હોવાની માહિતી સાંપડી છે.

લુન્સીકૂઈ ખાતે મળેલી સ્કૂલવર્ધીના વાહનચાલકોની બેઠક.

X
Navsari News - rto fluttering the red eye 071009
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી