તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેઆરસી નવસારીના સંયુક્ત ઉપક્રમે મતદાર-મતદાન જાગૃતિ અંગે રોલપ્લે તથા પત્રિકા વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | રેડક્રોસ નવસારી, જુનિયર રેડક્રોસ નગરની હાઈસ્કૂલોના સ્વયંસેવકો, કાઉન્સેલર, શિક્ષકો અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે મતદાર-મતદાન જાગૃતિ અભિયાનમાં દશેરા ટેકરી, ગોલવાડ, ફૂવારા, રૂસ્તમવાડી, સાંઢકૂવા, એરૂ ચાર રસ્તા, ઈંટાળવા, જાહેરમાર્ગના ત્રિભેટે કે ચર્તુભેટે મતદાન 23મી એપ્રિલ મંગળવારે મુક્ત અને નિર્ભય રીતે મતદાન કરે તે માટેના રોલપ્લે તથા એ અંગેની પત્રિકા વિતરણ થયું હતું. બેન્ડ નગારાથી સજજ થયેલી ટુકડીના રોલપ્લે જોવા માટે રાહદારીઓ થોભી ગયા હતા. ડીઈઓ આર.એમ. ચૌધરી, કાઉન્સિલરો મિતલ દેસાઈ, જ્યોતિ જોષી, વિજય શિમ્પી, રઘુવીર, પદમનાભ પંડ્યા, રેખા પટેલ, જોય સોજી, મનિષા ગોધાણી, ભગુ ભુસારા અને જેઆસરી કો.ઓર્ડિનેટર પ્રા. જશુભાઈ નાયકે રાહદારીઓનું સ્વાગત કરી પત્રિકા આપી રાષ્ટ્રીય કાર્ય મતદાનની સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...