તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાનું દાતાઓના સહયોગથી 2 કરોડના ખર્ચે નવિનીકરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીનાં અષ્ટગામ ખાતે ખુશાલભાઈ પટેલ સાતેમ સેવા ફાઉન્ડેશન અને શિતાંજલિ ફાઉન્ડેશનનાં માતબર દાનથી જર્જરિત બનેલી પ્રાથમિક શાળાનું નવિનીકરણ કરાતા જેનું જિલ્લા પ્રમુખ ડો.અમિતા પટેલ, દાતાઓ નરેશભાઈ જોગી, સાંસદ સી.આર.પાટીલનાં હસ્તે શાળાનું લોકાર્પણ કરાયું હતું.

નવસારી તાલુકાનાં અષ્ટગામ ખાતે આધુનિક શાળાનું લોકાર્પણ કરતા સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે જિલ્લા પંચાયત હસ્તકની આ શાળાને દાતાઓએ દત્તક લઈને આધુનિક શિક્ષણધામનું નિર્માણ કર્યું છે. આ નવીન શાળા માં હળપતિ આદિવાસીઓનાં બાળકો ગુણવત્તસભર શિક્ષણ અને બાળકોને સાનુકુળ વાતાવરણ મળી રહે તે માટે યુએસએનાં દાતાઓએ આધુનીક ઢબે નિર્માણ કરી લોકોની સેવા માટે મુક્યું છે. ખુશાલભાઈ પટેલ સાતેમ સેવા ફાઉન્ડેશનનાં હર્ષદ પટેલે જણાવ્યું કે વિદેશમાં રહીને પણ માતૃભુમીનું ઋણ ભૂલ્યો નથી. વતનમાં શિક્ષણ કાર્યો કરી સેવા આપવા સજ્જ છે. છેવાડાનાં બાળકો ને ગુણવત્તાસભર શિક્ષણ મળે એવા પ્રયત્નો કરવાની જરૂર છે.

અષ્ટગામ ગામે પ્રા.શાળાનું રિબિન કાપી લોકાર્પણ કરતા મહાનુભાવો

ખુશાલભાઈ સેવા ફાઉન્ડેશનની કામગીરી
અષ્ટગામ ખાતે રૂ. 2 કરોડનાં ખર્ચે પ્રા.શાળા અને ગણદેવા ખાતે આશ્રમશાળા રૂ.3 કરોડનાં ખર્ચે તેમજ ભીનાર ગામે 65 લાખનાં ખર્ચે શાળાનું નવિનીકરણ કરાયું હતું. જ્યારે સાતેમ ગામે 2.5 કરોડના ખર્ચે અને ધામણ ગામે પણ 2.5 કરોડનાં ખર્ચે પ્રાથમિક શાળાનું નવનિનીકરણની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો