તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતી મેળો સહ સ્વરોજગાર શિબિર યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇ.ટી.આઇ.બિલીમોરા તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આંબેડકર ભવન હોલ, કાલીયાવાડી નવસારી ખાતે એપ્રેન્ટીસ ભરતીમેળા સાથે સ્વરોજગાર શિબિર યોજાઇ હતી. આ ભરતી મેળામાં 2200 જેટલા તાલીમાર્થીઓ આમંત્રિત કરાયા હતાં. જેમાંથી 248 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓને વિવિધ કંપની દ્વારા પ્રાથમિક પસંદગી કરી કંપની અને ઉમેદવાર વચ્ચે પોર્ટલ પર કરાર કરાશે. નવસારી જિલ્લામાં 850 એપ્રેન્ટીસો પોર્ટલ પર નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...