તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી પેથાણમાં રાત્રી ક્રિકેટમાં દાંતી ઇલેવન ટીમ ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોર તાલુકાના મોટી પેથાણ ખાતે રમાયેલી રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મરોલી વિસ્તારના દાંતી ગામની ટીમ ફાઇનલ વિજેતા થઇ હતી. આ મેચમાં દાંતીના ખેલાડી કેવલને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

દાંડીરોડ ઉપર આવેલા પેથાણ ગામના રમત ગમત મંડળ મોટી પેથાણ દ્વારા 10 ઓવરની રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 90 ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટને 1 લી ડિસેમ્બરના રોજ જલાલપોરના ધારાસભ્ય પટેલના હસ્તે કાંઠા વિસ્તારના ક્રિકેટ રસિયાઓ અને ખેલાડીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે ખુલ્લી મુકવામાં આવી હતી. 42 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગત રોજ સાંઇ સરકાર વિરાવળ અને મરોલીના દાંતી ગામની ટીમ વચ્ચે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓની હાજરીમાં રમાઇ હતી.જેમાં દાંતી ઇલેવનની ટીમે પ્રથમ દાવ લઇ 10 ઓવરમાં 113 રનનો જુમલો નોંધાવ્યો હતો.જવાબમાં દાંતી ઇલેવને મુકેલા લક્ષ્યાંકને પૂર્ણ કરવા મેદાનમાં ઉતરેલી સાંઇ સરકાર વિરાવળની ટીમે 101 રન જ બનાવી 113 રનના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં અસફળ રહેતા દાંતી ઇલેવનની ટીમે 12 રને વિજય મેળવી ચેમ્પિયનશીપ હાંસલ કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...