તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાનકુવા હાઈ. દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને સ્વીપ કન્વિનર, નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી રોહિતભાઈ ચૌધરી દ્વારા નવસારી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા. તમામ શાળામાં 23મી એપ્રિલ મતદાન પૂર્વે મતદાર જાગૃતિ રેલી યોજાઈ હતી. બી.એ. પટેલ હાઈસ્કૂલ રાનકુવા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આચાર્ય સંજય પરમાર દ્વારા લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવી હતી. આ રેલ રાનકુવા ગામના મુખ્ય માર્ગથી શરૂ કરી અંતરિયાળ શરીઓને આવરી પરત શાળા ખાતે વિસર્જન થયું હતું. રેલીમાં સૂત્રોચ્ચાર, ગીત અને મતદાન માટેની અપીલ, દિવ્યાંગોને ગુલાબનું ફૂલ આપી મોટી સંખ્યામાં મતદાન માટે આહવાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...