તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાઈ રામમંદિરમાં રામનવમીની ઉજવણી કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ | યાત્રાધામ ઉનાઈ ખાતે આવેલા ઐતિહાસિક રામ મંદિર પટાંગણમાં રામનવમીની ઉજવણી ધામધૂમથી ઉનાઈ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક તીર્થધામ ઉનાઈ ખાતે આવેલા ભગવાન શ્રી રામચંદ્રના મંદિર ખાતે રામનવમી ઉનાઈ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તો દ્વારા ભગવાન શ્રી રામચંદ્રનું શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી, ત્યારબાદ ભજન મંડળ દ્વારા રામજીના ભજન રજુ કરતાં સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું. ભક્તો દ્વારા ઉલ્લાસમય વાતાવરણમાં રામજીની ઉજવણી કરાતા બરાબર બાર વાગ્યે ભગવાનનો જન્મ ઊજવી મહાઆરતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...