તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામજી મંદિર નવસારીમાં રામકથાનો આરંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | શૈક્ષણિક તથા સેવાકીય પ્રવૃત્તિઓનાં હેતુઅર્થે સત્ય દર્શન ચેરીટેબલ ટ્રસ્ટ અને દિવ્યજીવન સંઘ નવસારી ડીસ્ટ્રીક્ટ સિનીયર સીટીઝન ટ્રસ્ટના ઉપક્રમે રામજી મંદિર નવસારીમાં શુભારંભ કરાયો. રામજી મંદિરમાં પોથીયાત્રા નીકળી હતી. કથાકાર સંધ્યાબેન ત્રિપાઠીએ જણાવ્યું કે સેવા લેનારો ન મળે તો માનજો કે પ્રભુની અનન્ય કૃપા ઉતરી છે. સમત્વ કેળવાય ભેદ નાશ પામે એક પિતાનાં સંતાન છીએ એવી કૃપા આપણા પર ઉતરે તેવી પ્રાર્થના. પૂ.ડોંગરેજી મહારાજના કૃપાપાત્ર કુ.સંધ્યાબેન ત્રિપાઠી (અમદાવાદ) વ્યાસપીઠ પરથી રામકથાનો આરંભ કરતા જણાવ્યું કે ભગવાને માનવીને બુદ્ધિ લોકોને માટે વાપરવા આપી છે. કેટલાક લોકો પોતાની શક્તિનો ઉપયોગ વધારે ભોગ ભોગવવામાં કરે છે. તેથી દુ:ખી થાય છે. માનવ ધારે તો પાપ છોડી શકે છે. માનવ ધારે તો પુષ્પ મેળવી શકે છે. સુખ પુરૂ થાય ત્યારે સ્વર્ગમાંથી પાછાં પૃથ્વી પર આવવું પડે છે. આપણી ભારત ભૂમિ મહાન, દિવ્ય છે. સ્વર્ગમાં સંતો સત્સંગ નથી. ગંગા, યમુના સ્વર્ગમાં નથી તેથી સ્વર્ગમાં નવું નવું પુણ્ય ભેગું થતું નથી. માનવ ધારે તો પાપ છોડી શકે પુણ્ય કરી શકે.

અન્ય સમાચારો પણ છે...