તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા જૈન વૃદ્ધની અંતિમયાત્રામાં રાજસ્થાની સમાજ જોડાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીના છાપરા રોડ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા જૈન પરિવાર બે દિવસ પહેલાં નવસારીથી કારમાં નાથદ્વારા (રાજસ્થાન) ખાતે ગયો હતો. તેમની અંતિમયાત્રા નીકળતા સમસ્ત રાજસ્થાની જૈન સમાજ તથા સ્થાનિકો પણ જોડાઇને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

નવસારીનાં છાપરારોડ ખાતે શ્રી પેલેસ એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટ નં. 209 માં ભવરલાલ વક્તાવરમલ જૈન (ઉ.વ. 68, મૂળ. ગોડચ ગામ જી. રાજસમંદ-રાજસ્થાન) તેમની પત્ની મનોરમાબેન (ઉ.વ. 52) તથા પુત્ર જિતેન્દ્ર તથા પરિવાર સાથે રહે છે. ભવરલાલ જૈન નવસારી તાલુકા ખાતે પડઘા ગામે ભાડાની દુકાનમાં કરીયાણાની દુકાન ચલાવતા હતાં. તેમનાં સંબંધીના નાથ દ્વારા (રાજસ્થાન) ખાતે લગ્ન હોય કાર નં.જીજે. 21. સીએ .3701 લઇને ગત તા.23 મી ફેબ્રુઆરીનાં રોજ નવસારીથી નીકળ્યા હતાં. ત્યારે 24 મી ફેબ્રુઆરીનાં રોજ મળસ્કે 4 વાગ્યાનાં સુમારે તેઓ મોડાસાનાં માલપુર ગામેથી ઝાલોદર ગામેથી પસાર થતાં હતાં. ત્યારે અચાનક નીલ ગાય હાઇવે ઉપર આવી જતાં તેની સાથે ટક્કર લાગતા કાર પલટી ગઇ હતી.

નીલ ગાય રસ્તા વચ્ચે આવતાં કાર પલટી
ગતરોજ મળસ્કે કાર લઇને અમે હાઇવે પરથી પસાર થતાં હતાં ત્યારે અચાનક નીલ ગાય રસ્તાની વચ્ચે આવી ગઇ હતી. થોડી સ્પીડ હોય જેથી બ્રેક મારવા માટેનો સમય જ ન મળ્યો અને અકસ્માતે અમારી કાર પલટી ખાઇ જતા ઇજા થઇ હતી. - જિતેન્દ્ર ભંવરલાલ જૈન, કાર ચાલક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો