તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી જિલ્લામાં 30મી સુધી વરસાદની આગાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લામાં આગામી 30 સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની આગાહી થઈ છે. આજે ગુરુવારે નવસારીમાં વાદળછાયું વાતાવરણ તો સર્જાયું હતું પરંતુ મોડીસાજ સુધીમાં છાંટણા જ થયા હતા.

શ્રાદ્ધપક્ષને માત્ર બે દિવસ બાકી છે અને નવરાત્રી ડોકિયાં કરી રહી છે છતાં નવસારીમાં વરસાદ જારી જ રહ્યો છે.મંગળવાર અને બુધવારે બપોર બાદ પોણા ચાર વાગ્યાના અરસામાં ગર્જના સાથે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.સતત ત્રીજા દિવસે ગુરુવારે પણ એજ સમયે નવસારીમાં વાદળછાયું વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને સારું ઝાપટું પડશે ની ધારણા હતી, જોકે વધુ વરસાદ પડ્યો ન હતો અને મોડીસાજ સુધીમાં માત્ર છાંટણા જ થયા હતા.વરસાદનો સિલસિલો આગામી દિવસો દરમિયાન જારી રહેવાના એંધાણ છે.મોસમ વિભાગે 25મીએ તો 29મી સુધી વરસાદની આગાહી કરી હતી, આજે 26મીએ ફરી 30 સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની આગાહી કરી છે.આગાહીને પગલે સ્થાનિક તંત્રે તકેદારી રાખવા પણ સંબંધિતોને તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...