NABARD દ્વારા લોક સેવા ટ્રસ્ટ અને શ્રેષ્ઠ અમલીકરણ સંસ્થા એવોર્ડ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસેવા ટ્રસ્ટે દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ વિકાસના કાર્યક્રમોમાં 2003થી કાર્યરત છે. જેમાં મુખ્યત્વે વાડી યોજના અને કૃષિ આધારિત ઓર્ગેનિક ખેતી મહિલા વિકાસ તેમજ ખેડૂતો અને મહિલાઓને આજીવિકા મળે તેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. નાબાર્ડ અમદાવાદ પુરસ્કૃત આદિવાસી વિકાસ નિધિ યોજના અંતર્ગત વાડી યોજનામાં લોક સેવા ટ્રસ્ટ દ્વારા 2500 એકરમાં ચીખલી અને વાંસદામાં અમલીકરણ કર્યું છે. જેમાં નાબાર્ડ દ્વારા સઘન મોનિટરિંગ કરી ગુણવત્તાયુક્ત કામ કરવા બદલ લોક સેવા ટ્રસ્ટે ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ અમલીકરણ સંસ્થા તરીકે નામાંકિત થતા નાબાર્ડ દ્વારા 12મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે. આમ સંસ્થાને છેલ્લા ત્રણ વર્ષથી સતત ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ગત વર્ષે પણ “આદિજાતિ મહિલા વિકાસ જૂથ’માં પ્રસંશનીય કાર્ય કરવા બદલ એવોર્ડથી સન્માનિત કર્યો છે. એવોર્ડની સ્વીકૃતિ સંસ્થાના ડાયરેક્ટર ડો. હસમુખભાઈ ખારેચા અને સહકર્મચારી જમનભાઈ હીરાપરાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...