તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદા અંબાબા કોમર્સ કોલેજનું ગૌરવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા અંબાબા કોમર્સ કોલેજ સાબર ગામ મુકામે આંતર કોલેજ વેઇટ લિફ્ટિંગ અને બેસ્ટ ફિઝિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં એફવાય બીએનો વિદ્યાર્થી પટેલ પ્રિન્સ રમેશભાઈએ ભાગ લીધો હતો. તેણે 60 કિ.ગ્રા. કેટેગરીમાં બેસ્ટ ફિઝિક્સમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ સિદ્ધિ બદલ કોલેજના ઇ.ચા. આચાર્ય પી. આર. શાહ અને શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા દિનબંધુ પ્રજાપતિ સહિત કોલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...