તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘નવસારી મહાનગરપાલિકા’ પૂર્વે હદ વિસ્તરણની હિલચાલ, નજીકની 8 પંચાયતોની સંમતિ મંગાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીની હદમાં જોડાવા નજીકની 8 ગ્રામ પંચાયતો પાસે નવસારી પાલિકાએ સંમતિદર્શક ઠરાવ માંગતા નવસારી પાલિકાના હદ વિસ્તરણનો તખ્તો તૈયાર થઈ રહ્યાનું બહાર આવ્યું છે. સાથોસાથ મહાપાલિકા બનાવવાની પૂર્વભૂમિકા બની રહ્યાનું જણાય છે.

નવસારી નજીકના વિજલપોર ઉપરાંત આઠેક ગામોને જોડી નવસારી પાલિકાને ‘મહાપાલિકા’ બનાવવાની માગ છેલ્લા 15 વર્ષથી ચાલી રહી છે પરંતુ એક યા બીજા કારણસર ‘મહાપાલિકા’ બની શકી નથી. સાથોસાથ મહાપાલિકા બનાવવા અગાઉની પૂર્વભૂમિકા સ્વરૂપ નવસારી પાલિકાના હદ વિસ્તરણ કરવા પણ ચહલપહલ છેલ્લા કેટલાક વખતથી ચાલી રહી છે. જેમાં 29મી જાન્યુઆરી 2019એ પાલિકાની સમગ્ર સભાએ પાલિકાની હદ નજીકના 8 ગામોને પાલિકાની હદમાં જોડવા અંગે ઠરાવ કરી સરકારમાં ‘હદ વિસ્તરણ’ અંગેની દરખાસ્ત કરી હતી.

મળતી માહિતી મુજબ ઉક્ત ‘હદ વિસ્તરણ’ની દરખાસ્ત સંદર્ભે સરકારે નવસારી પાલિકા પાસે કેટલીક પૂર્તતા કરવા પત્ર લખ્યો હતો. જેમાં એક મહત્ત્વની વાત હદ વિસ્તરણ કરવા જણાવેલ તમામ 8 ગ્રામ પંચાયતો પાસે સંમતિદર્શક ઠરાવ કરાવવાનો છે. આ હદ વિસ્તરણની દિશામાં ...અનુસંધાન પાના નં. 2

નવસારી પાલિકા કચેરીની પણ હદ બદલવાની હિલચાલ.

સૂચિત હદ વિસ્તારના 8 ગામોની સ્થિતિ
ગામ વસતિ 2011 મુજબ

જમાલપોર 4398

ચોવીસી 6573

વિરાવળ 6092

કાલીયાવાડી 4600

કબીલપોર 15668

તીઘરા 1222

ઈંટાળવા 2619

છાપરા 10150

સરકારની પૂર્તતા માટે ઠરાવ મંગાયો
 હદ વિસ્તરણનો અગાઉ ઠરાવ થયો હતો અને તેની દરખાસ્ત સરકારમાં ગઈ હતી. સરકારમાંથી પૂર્તતા માટે પંચાયતોનો સંમતિદર્શક ઠરાવ મંગાયો છે જે અંતર્ગત ઠરાવ મોકલવા પત્ર લખાયો છે. દશરથસિંહ ગોહિલ, સીઓ, નવસારી

અગાઉ વિરોધ હતો, હવે…
નવસારી હદ વિસ્તરણનું ભૂત ઘણાં સમયથી ધૂણી રહ્યું છે. જે અંતર્ગત 8 ગામોને નવસારીની હદમાં જોડવાની વાત વેગવાન બનતા અસરગ્રસ્ત ગામોના સરપંચો 5-6 મહિના અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણી નવસારી જિલ્લામાં આવ્યા ત્યારે તેમની મુલાકાત લઈ નવસારીની હદમાં જોડાવા અંગે અનિચ્છા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...