વાંસદા તાલુકામાં જાતિ-આવકના દાખલા મેળવવા અરજદારોને હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકામાં હાલ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવા માટે આવક તથા જાતિના દાખલા મેળવવા માટે તાલુકા સેવા સદનમાંથી કાર્યવાહી પૂર્ણ થયા બાદ પંચાયત કચેરીમાં સહી કરાવવા મોકલ્યા બાદ 4થી 5 દિવસ બાદ દાખલા અરજદારોને મળતા કચવાટ ઉભો થયો છે.

દાખલા લેવા આવનાર વાલીઓને સેવા સદનમાંથી દાખલા તૈયાર કરી ફોટા પાડી કામ પૂર્ણ કરી તાલુકા પંચાયત કચેરી પાસે સહી કરવા માટે મોકલાય છે. દાખલા સહી કરીને મામલતદાર કચેરીમાં પહોંચાડવાના હોય છે, જે દાખલા ટીડીઓ કચેરીમાંથી 4થી 5 દિવસ સુધી ન મળતા અરજદારોમાં રોષ ફેલાયો છે. અરજદારે દાખલા લેવા કામ છોડી ભાડા ખર્ચીને 3થી 4 વાર આવવું પડે છે. ટી.ડી.ઓ. કચેરી તપાસ કરતા ખબર પડી કે સ્ટાફની ઘટ હોવાને લઇ વિલંબ થઈ રહ્યો છે.

તા.પં. કચેરીમાં દાખલા માટે ઉભા રહેલા અરજદારો.

અન્ય સમાચારો પણ છે...