તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રહલાદની ભક્તિ સ્તંભમાંથી નૃસિંહ પ્રગટાવે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાઈ | યાત્રાધામ ઉનાઈ ખાતે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુકલની ભાગવત કથામાં આજે ત્રીજા દિવસે નૃસિંહ પ્રાગટ્યની કથાનું વર્ણન કરવામાં આવ્યું હતુ. આ પુર્વે માં ઉષ્ણ અંબા ના સાનિધ્ય મા ત્રીજા દિવસનો ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. મુખ્ય યજમાન અશોકભાઈ ગજેરા અને એમના પરિવારે નૃસિંહ પ્રાગટ્યની પૂજા કરી હતું. હંસાબેન નરેશભાઈ પટેલ, સેજલબેન પટેલ, વસંતભાઈ પટેલ તેમજ ઉપસ્થિત ભક્તો દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતું. આજે કથામાં અશોકભાઈ શાસ્ત્રી બોરીવલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવનારા માર્ચ મહિનામાં યુગાન્ડા ખાતે શરૂ થનારી પૂ. બાપુની રામ કથાનું આમંત્રણ તેમજ આશીર્વચન પાઠવ્યા હતા. નૃસિંહ પ્રાગટ્યની કથાનું વર્ણન કરતા કથાકાર પ્રફુલભાઈ શુકલે વ્યાસપીઠ પરથી કહ્યુ હતુ કે પ્રહલાદની ભક્તિ સ્તંભમાથી નૃસિંહ પ્રગટાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો