તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોલવણના ગરીબ આદિવાસીઓ પાસે ઊંચા દરે વ્યાજ વસૂલવાનો વેપલો શરૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપી જિલ્લાના ગરીબ આદિવાસીઓને વિના લાયસન્સે 2.5% જેટલા માસિક વ્યાજ દરે નાણાં ધિરનાર કરનારા તત્વોને પકડવા તાપી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા રેડ કરી હતી. જેમાં ડોલવણ ખાતેથી એક દક્ષિણ ભારતીય યુવાન પકડાયો અને એક વોન્ટેડ જાહેર થયો.

આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના પછાત વિસ્તારમાં નાણાં ધિરધાર કરનારાઓ વિના પરવાને નાણાં ધિરધારનો વ્યવસાય કરી ગરીબ આદિવાસીઓ પાસેથી નાણાં ધિરી આડેધડ વસુલાત કરતા હોય છે. જે અંગેની બાતમી અ.હે.કો. વિપુલભાઈ રમણભાઈનાઓને મળી હતી. જેને આધારે સ્પેશિયલ ઓપરેશન ગૃપ તાપીના આ. પો. કો. દિગ્વિજયસિંહ કોદરસિંહ, અ. હે. કો. નિખીલેશ ભાનુપ્રસાદ, અ. હે. કો. કિરણભાઈ કાનજીભાઇ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે એક મોટરસાયકલ હોન્ડા કંપનીની હંક ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર (GJ -30 B- 3844) પર વાંસદાથી એક યુવાન ડોલવણ વિસ્તારમાં આવી નાણાં ધિરાણ કરી 2.5% વ્યાજની વસુલાત કરવા આવી રહ્યો છે. જે બાતમીના આધારે બાતમીમાં દર્શાવેલ બાઇક લઈ યુવાન આવતાં તેને અટકાવી નામ ઠામ અંગેની પુછપરછ કરી હતી. તેણે પોતાનું નામ મહેશકુમાર કુષ્ણમુર્તિ કુમાર (હાલ રહે. વાંસદા અને મુળ રહે ધારાપુરમ ગામ, તા.ધારાપુરમ, જિ.ત્રિપુરા, તમીલનાડુની) તપાસ કરતાં તેની પાસેથી સાત જેટલી ડાયરીઓ કબજે કરી હતી.

મહેશકુમારે ઉનાઇ, ડોલવણ, પાટી, વલવાડા, કરચેલીયા, ડુંગરી, રાનકુવા, ઘાટ, સરૈયા, બંધરપાડા, ડોલારા, બુહારી, છીંડીયા ગામેથી વ્યાજે ધિરેલ નાંણા અને વ્યાજ મળી કુલ રૂ. 22,000/-તથા હંક ગાડી કે જેની કિંમત રૂ.30000/- મળી સાથે પકડી પાડેલ હતો.

આ નાણાં ધિરધારનો ધંધો કોણ કરે છે અને એની પાછળ કયા ઇસમ હોવા અંગે તપાસ કરતાં ધરમપુર ખાતે રહેતાં શિવાભાઇનો ધંધો હોવાનું બહાર આવ્યુ હતું. તે ઇસમ પકડની બહાર હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બંને ઇસમ વિરુદ્ધ ધ મનીલોન્ડરીંગ એકટ 2011ની કલમ 42 એ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો