તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેજલપોર નજીકથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત આરઆરસેલ પોલીસ દ્વારા નેશનલ હાઇવે નં. 48 ઉપર પ્રોહિબિશનની કામગીરી અટકાવવા નાકાબંધી કરી હતી. તે દરમિયાન એક સ્કોર્પિયો ગાડી ચાલકે પોલીસને જોઈ પોતાની કાર ત્યાં જ મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે તેમાંથી રૂ. 1.09 લાખનો દારૂ ઝડપી લઈ બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. નવસારી વિભાગમાં સુરત આરઆરસેલનાં આ.પો.કો.આલાભાઈ સવસીભાઈ ફરજ બજાવે છે.તેમને નવસારીમાં આવતા ને. હા. નં. 48 ઉપર પ્રોહિબિશન પ્રવૃત્તિ અટકાવવા સૂચના મળી હતી.

તેઓ આજરોજ વેજલપોર પાસે હોટલ નવજીવન પાસે નાકાબંધી કરીને વાહનોની ચેકીંગ કરતા હતાં. ત્યારે કાર નં.જીજે.06.બીએલ. 9114ના ચાલક પોલીસને જોઈને તેની કાર પાછળ લીધી હતી અને થોડે દુર કાર મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસ દ્વારા આ કારની તપાસ કરતા તેમાં 10 પૂંઠાના બોક્સમાં પરપ્રાંતીય દારૂની કુલ 828 બોટલો કિંમત રૂ. 1,09,200 મળી આવતા તે કબજે કર્યો હતો અને આ કારના અજાણ્યા ચાલકને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસમાં નોંધાવી હતી. વધુ તપાસ પીઆઈ કે. કે. સુરતી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો