સવિનય કાનૂન ભંગ કરનારા કોંગ્રેસીઓને ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસે 35ને મેમો ફટકાર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીજીની 150મી જન્મજયંતી અંતર્ગત પ્રદેશ કોંગ્રેસ દ્વારા દાંડીથી સાબરમતી આશ્રમ સુધીની ગાંધી સંદેશયાત્રાનું આયોજન કરાયું હતું. શુક્રવારે આ દાંડીયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ દાંડીયાત્રાની બાઈક ઉપર આગેવાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ લીધી હતી. તેમણે મીઠાના કાળા કાયદા સામે દાંડી સત્યાગ્રહ કરાયો હતો એમ ટ્રાફિક નિયમનના નામે ભારે દંડ વસૂલીને અન્યાયી કાયદો ગણાવી બાઈક ઉપર હેલમેટ ન પહેરી સવિનય કાનૂન ભંગ કરતા 100થી વધુ બાઇકચાલકો પૈકી 35 બાઈકચાલકોની ઓળખ કરી આરટીઓ મેમો ફટકાર્યા છે.

ગુજરાતમાં 16મીથી સમગ્ર દેશમાં લાગુ કરાયેલા મોટર વ્હિકલ એક્ટનું ચુસ્તપણે પાલન કરાવા સરકારે દંડમાં વધારો કર્યો છે. જે સંદર્ભે રાજ્ય સરકારે ગાઈડલાઈન પણ આપી છે પરંતુ સમગ્ર રાજ્યમાં ટ્રાફિક નિયમનના કાયદા સામે વિરોધ થઈ રહ્યો છે. ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની આગેવાનીમાં દાંડીથી સાબરમતી સુધી બાઈક રેલી નીકળી હતી અને મોટર વ્હિકલ એકટનો વિરોધ પણ નોંધાવ્યો હતો. એ દરમિયાન આજે બાઈકચાલક અને બાઈકની ઓળખ કરી પોલીસે હેલમેટ ન પહેરી સવિનય કાનૂન ભંગ કરનારા 35 બાઈકચાલકને મેમો મોકલ્યા છે.

મોટર વ્હિકલ એકટનો ભંગ કર્યો હોય
હેલમેટ નહી પહેરીને કોંગ્રેસી કાર્યકરોને દાંડીથી સાબરમતી સુધીની રેલી દરમિયાન મોટર વ્હિકલ એકટનો ભંગ કર્યો હતો. જેને લઈ બાઈક અને ચાલકની ઓળખ કરી તેમને આરટીઓ મેમો ફટકારવામાં આવ્યા છે. 35થી વધુ વાહનચાલકોને દંડ ફટકાર્યો છે. એસ.જી. રાણા, ડીવાયએસપી, નવસારી

અન્ય સમાચારો પણ છે...