તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદામાં નવરાત્રીમાં ડીજે વગાડવા પોલીસ પરમિશન લેવાની રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકાના પોલીસ મથકે આગામી દિવસોમાં નવરાત્રી પર્વ અને દશેરો આવી રહ્યા છે, જે નિમિતે પીએસઆઇએ આયોજકોની સાથે મિટિંગનું આયોજન કરાયું હતું.

પોલીસ જનસેવા કેન્દ્રમાં તાલુકાના નવરાત્રી મહોત્સવના આયોજકો અને દશેરાના આયોજકો સાથે મિટિંગનું આયોજન પીએસઆઇ એચ.એસ.વસાવાએ કર્યું હતું. નવરાત્રી અને દશેરાના આયોજનમાં પોલીસ બંદોબસ્ત માટે ચર્ચા કરવામાં આવી હતી. ડીજે વગાડવા માટે પોલીસ પરમિશન લેવાની રહેશે. મંડપની વ્યવસ્થા વાહન વ્યવહારને અડચણરૂપ ન થાય તે રીતની વ્યવસ્થા કરાવવા જણાવ્યું હતું. મિટિંગમાં પ્રધ્યુમનસિંહ સોલંકી, ભુપેન્દ્ર પટેલ, બાબુભાઈ પટેલ, હનુમાનબારીના માજી સરપંચ રાજુભાઈ પટેલ, મોટી ભમતીના માજી સરપંચ સુરેશભાઈ પટેલ તથા નવરાત્રીના આયોજકો મિટિંગમાં હાજર રહ્યા હતા.

વાંસદા પોલીસ મથકે નવરાત્રી આયોજકોની મિટિંગ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...