તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોરમાં આંકડાનો જુગાર રમતા 1ની અટક, 14 વોન્ટેડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી એલસીબીએ બાતમીના આધારે વિજલપોર ખાતે આવેલા ગાયત્રી સંકુલ પાસે રેડ કરતા મિલન બજાર તથા કલ્યાણ બજારના આંકડાનો જુગાર રમાડતા મુખ્ય ઈસમની અટક કરી હતી. પોલીસને તેની મળી આવેલી ડાયરીમાં 14 ઈસમના નામ નીકળતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે રેડ દરમિયાન કુલ રૂ. 30530નો મુદ્દામાલ પણ ઝડપી લીધો હતો. આ ઘટનાની વધુ તપાસ જલાલપોર પોલીસ કરી રહી છે.

નવસારી એલસીબીના અ.પો.કો. શક્તિસિંહ, સુખદેવસિંહને બાતમી મળી હતી કે વિજલપોરના ગાયત્રી સંકુલ પાસે આવેલા ઘરમાં દિપક નાયકા મિલન બજાર તથા કલ્યાણ બજારના આંકડાનો હારજીતનો જુગાર રમાડે છે. જેને લઈને ગતરોજ એલસીબી સ્ટાફ ઘટનાસ્થળે જઈ રેડ કરતા દિપક નાયકા પાસે એક ડાયરી, મોબાઈલ તથા રોકડા રૂ. 30,030 મળી આવ્યા હતા. દિપક નાયકા ફોન ઉપર આંકડાના બજારમાં આરોપી વતી પૈસા લગાવતો હોવાનું જણાવતા તેની પાસે મળેલી ડાયરીમાંથી નિયમિત આંકડા રમાડતા 14 જેટલા ઈસમોના ફોન નંબર તથા નામ મળી આવ્યા હતા. જેમાં નામ ટૂંકા અને મોબાઈલ નંબર જ લખ્યા હોય પોલીસે તે આધારે તપાસ હાથ ધરી તમામ 14 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ડાયરીમાં મળેલા આરોપીના ટૂંકાક્ષરી નામો
પટેલભાઈ (આટગામ), રાજેશ રાઠોડ (હાંસાપોર), ઘંટી નામના ઈસમ, બિપિન રાઠોડ (હાંસાપોર), કાકા (વિજલપોર), દિનેશ (જલાલપોર), રઘુભાઈ (વિઠ્ઠલમંદિરની બાજુમાં), રાજેશ પટેલ (આટ), તિલકધારી (એરૂ), રાજેશ રાઠોડ (જલાલપોર), ભગત (વિઠ્ઠલમંદિર), જાવેદ (મટવાડ), એ.ટી (દુધિયાતળાવ), મુકેશ રાઠોડ (વિજલપોર).

અન્ય સમાચારો પણ છે...