તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયામાં આપણો દેશ સૌથી યંગેસ્ટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન અને નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના નેજા હેઠળ ભારતના નવયુવાનો લીડરશીપનો આકાર આપવા ઘડતર માટેની સંસ્થાનો ગુજરાત રાજ્યમાં નવસારી ખાતે આજથી શુભારંભ કરાયો હતો. યંગ લીડર કાઉન્સિલ (YLC) ગુજરાત ચેપ્ટરના શુભારંભ પ્રસંગે ખાસ દિલ્હીથી પધારેલા વક્તા ડો. દિપક વોરા પધાર્યા હતા.

સમારંભનો આરંભ પ્રમુખ લલિત પંડ્યા, ટ્રસ્ટી હાર્દિક નાયક, ગુજરાત ચેપ્ટર પ્રમુખ ચિરાગ જોષી તથા મુખ્ય વક્તા ડો. દિપક વોરાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો હતો. નવસારી મેનેજમેન્ટ એસો.ના પ્રમુખ લલિત પંડ્યાએ જણાવ્યું કે નવસારીમાં નવું કરવાનો વિચાર અમલમાં મુકી નવી પેઢીને તૈયાર કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એનએમએના 40 સભ્યો થકી યંગ લીડર કાઉન્સિલનું ગુજરાત ચેપ્ટર નવસારીમાં આરંભ થાય છે તે આનંદની બાબત છે. યંગ લીડર કાઉન્સિલના પ્રમુખ ચિરાગ જોષીએ સંસ્થા વિશે જણાવ્યું કે 40 વર્ષથી નીચેની વયના સભ્યો છે. દેશને માટે નવી લોબી તૈયાર કરી ભારતને દુનિયાને શેપ આપવાનું કાર્ય કરશે. યંગ માઈન્ડને એંગેજ રાખી સર્જનાત્મક કાર્યો ગુજરાતમાં કરવા છે. ભારતના પાંચ શહેરો પૈકી નવસારીમાં આ ટીમ
કાર્ય કરશે.

દુનિયાના અનેક દેશોમાં ભારતના રાજદૂત તરીકે રહેલા દિલ્હીના ડો. દિપક વોરાએ યંગ લીડર કાઉન્સિલ ગુજરાત ચેપ્ટરના સ્થાપના પ્રસંગે આમંત્રિતો તથા નવસારી મેનેજમેન્ટ એસો.ના સભ્યોને સંબોધતા કહ્યું કે આવનારા 10 વર્ષમાં દુનિયામાં ભારતમાં બદલાવ આવશે. ટાઈમ હેઝ કમ લીઝાના પુસ્તક વિશે રસપ્રદ માહિતી તથા વર્લ્ડ રિસર્ચના આંકડા રજૂ કર્યા હતા. આપણે નેગેટીવ જીન્સથી જીવીએ છીએ. દુનિયામાં આપણો દેશ સૌથી યંગેસ્ટ દેશ છે. શિક્ષણ, ઈકોનોમી, પાવરમાં ભારત થર્ડ લાસ્ટ ઈકોનોમી ઈન વર્લ્ડ સ્થાન ધરાવે છે. યુરોપના લોકો દુનિયા બદલાઈ રહી છે એ સ્વીકાર કરી શકતા નથી. 2015થી ભારતની આધ્યાત્મિક તાકાત શું છે ? એ વર્લ્ડ યોગા રેસ્યુલેશનથી સમજે છે. કાશ્મીર સમસ્યા ઉકેલાયા બાદ મુસ્લિમ દેશો ભારતને માન આપી રહ્યા છે. આપણે ભારતવાસી છીએ, ભારત આપણામાં વસે છે. પોતાની જાતને બદલો ઈન્ડિયા બદલો, નારાજ હો નિરાશ ન હો હવે આપણું ભવિષ્ય યુવાનો લખશે. સભામાં નગરના યુવાનો, એનએમએના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વક્તા ડો. દિનેશ વોરાએ સભામાંથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

નવસારી મેનેજમેન્ટ એસો. દ્વારા યંગ લીડર કાઉન્સિલની સ્થાપના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો