તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે નવસારી જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો અવિરત ચાલી રહ્યા છે તેમજ આગામી 23મી એપ્રિલની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે શાળાકક્ષાએથી વિદ્યાર્થીઓના માધ્યમથી વિવિધ પ્રવૃત્તિઓ પુર્ણ કરવામાં આવી છે. હજુ પણ મતદારો વધુ સજાગ બને અને લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના ઇનોવેટીવ કાર્યક્રમ તરીકે જિલ્લાની વિવિધ કચેરીઓમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એકીસાથે સમૂહમાં રંગોળીપૂરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12મીએ એપ્રિલે એસ.સી.પારેખ હાઇસ્કૂલ દ્વારા રંગોળી પૂરણ- જિલ્લા શિક્ષણધિકારીની કચેરી, નવસારી, ટાટા ગર્લ્સ હાઇસ્કૂલ- જિલ્લા સેવા સદન, કાલીયાવાડી, નવસારી ખાતે, સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ- પ્રાંત કચેરી, કાલીયાવાડી, નવસારી ખાતે, શેઠ આર.જે.જે.હાઇસ્કૂલ- જિલ્લા પંચાયત કચેરી જુનાથાણા, કોન્વેન્ટ હાઇસ્કૂલ- નવસારી સેશન્સ કોર્ટ, નવસારી ખાતે, મદ્રેસા હાઇસ્કૂલ- સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે, શેઠ પુ.હ.વિદ્યાલય- પોલીસ અધિક્ષકની કચેરી, નવસારી ખાતે, ડી.ડી.ગર્લ્સ હાઇસ્કૂલ- નવસારી ટાઉન પોલીસ સ્ટેશન નવસારી ખાતે, સરદાર શારદામંદિર, વિજલપોર-રેલવે સ્ટેશન નવસારી ખાતે, બનાતવાલા હાઇસ્કૂલ- નગરપાલિકા કચેરી, નવસારી ખાતે, ખડસુપા હાઇસ્કૂલ- આર.ટી.ઓ.કચેરી સિસોદ્રા ખાતે, ડિવાઇન સ્કૂલ- લેબરકોર્ટ, છાપરા રોડ, નવસારી ખાતે, સર.સી.જે.ન્યુ ગણદેવી હાઇસ્કૂલ- મામલતદારની કચેરી, ગણદેવી ખાતે, ડી.ઇ.ઇટાલીયા હાઇસ્કૂલ, ચીખલી-મામલતદારની કચેરી ચીખલી ખાતે, પ્રતાપ હાઇસ્કૂલ-વાંસદા- મામલતદારની કચેરી, વાંસદા ખાતે રંગોળી પૂરણ કાર્યક્રમ યોજાશે એમ જિલ્લા નોડલ અધિકારી (સ્વીપ) અને જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...