તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ને.હા.નં.48 ઉપર ડિવાઈડરની ઉંચાઇ વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી તાલુકાના એંધલ-ખારેલથી પસાર થતાં ને.હા.નં.48 ઉપર હાઇવેના ડિવાઈડરો ઊંચા કરવાની કામગીરી આરંભતા વાહન ચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી.

ગણદેવી તાલુકાના ખારેલ અને એંધલથી પસાર થતાં ને.હા.નં.48 ઉપર છેલ્લાં કેટલાક વર્ષોથી હાઇવે ઉપર કાર્પેટ થયા હતાં જેને લઈને ડિવાઈડરોની ઉંચાઇ ઓછી થઇ ગઈ હતી. આ પરિસ્થિતિને લઈને હાઇવે ઉપર વાહનો ડિવાઈડરો ઉપર ચઢી જવાના બનાવો બનતા વારંવાર અકસ્માતો નોંધાતા હતાં. કેટલીક વાર તો વાહનો ડિવાઈડર કુદાવી સામેની લાઈનમાં જતાં રહેતા ગંભીર અકસ્માતો નોંધાયા જેને લઈને કેટલાય વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા હતાં.

નેશનલ હાઇવે ઓથોરીટીને મોડે મોડે જ્ઞાન લાધતા હાઇવેના જુના ડિવાઈડરો તોડીને નવા ઊંચા ડિવાઈડરો બનાવવાની કામગીરી આરંભાઈ છે. જેને લઈને વાહનચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી.

ને.હા. નં 48 ઉપર ડિવાઈડર નવા ઊંચા ડિવાઈડરો બનાવવાની કામગીરી આરંભાઈ. તસવીર-કેતન નાયક

અન્ય સમાચારો પણ છે...