તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવતીની કૃપા થાય તોજ ભાગવત દર્શન થાય છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાઈ | યાત્રાધામ ઉનાઈ ખાતે આજે કથાકાર પ્રફુલભાઇ શુકલની 775મી ભાગવત કથાનો મંગલમય આરંભ થયો હતો. આ પૂર્વે રીટાબેન બચ્ચનસિંહ ચૌહાણના નિવાસેથી કળશધારી બહેનો અને ઉનાઈ ગામના આગેવાનો સાથે પોથી યાત્રા પ્રસ્થાન થઈ હતી. કથાનું દીપ પ્રાગટ્ય આછવણી ભક્તિધામના ધર્માચાર્ય પૂ.પરભુદાદાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે આશીર્વચન આપ્યા હતા. મુખ્ય યજમાન અશોકભાઈ ગજેરા અને એમના પરિવાર દ્વારા પોથી તેમજ વ્યાસ પુજન થયું હતું. મંગલાચરણ કરતા કથાકાર પ્રફુલભાઈ શુકલે કહ્યું હતું કે ભગવતીની કૃપા થાય તોજ ભાગવત દર્શન થાય છે. મકર સંક્રાંતિના પુણ્ય કાળમાં ભાગવત શ્રવણ કરનાર ભાગ્યશાળી ગણાય છે. યાત્રાધામ ઉનાઈના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભાગવત કથાનો પાવન અવસર આવ્યો છે. આચાર્ય ધર્મેશભાઈ સામવેદી, કિશોર મહારાજે મંત્રોચ્ચાર કર્યા હતા. આજે કથામાં નાયબ મામલતદાર ઢીમ્મર, ભાજપ અગ્રણી રસિકભાઈ ટાંક, હરેશભાઇ પરમાર, બીપીનભાઈ પરિવાર (શિવ પરિવાર પ્રમુખ), વણારસીના રંજનબેન ભકતાણી, અજયભાઈ પટેલ, બંસીભાઈ ટેલર સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો