તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય વાયુ સેનાએ PoKમાં હુમલો કર્યો ત્યારે જ જલાલપોરના સુરક્ષાબળના જવાનના બંધ ઘરમાં ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

4 તાળા તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરો રોકડ, ડોલર, સોનુ મળી 1.18 લાખની મતા ચોરી ગયા, જોકે 10 તોલા સોનું બચ્યું
આ દરમિયાન આજે મંગળવારે સવારે તેમની બહેનપણીનો ફોન આવ્યો હતો કે, ઘર ખુલ્લું છે અને ચોરી થયાનું લાગે છે. નરેશભાઈ અને શિલ્પાબેને ઘરે આવી તપાસ કરતાં કબાટ તથા અન્ય જગ્યાએથી તસ્કરોએ ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ આગળના દરવાજે મારેલા ત્રણ તાળાં તથા વચ્ચેનું એક તાળુ મળી કુલ ચાર તાળા તોડ્યા હતા. ઘરમાં કબાટ વગેરે સ્થળે મુકેલા રૂ. 60 હજાર રોકડ, એક સોનાની ચેઈન, સોનાની બુટ્ટી, એપલ કંપનીનો આઈપેડ રૂ. 15 હજાર, ન્યુઝીલેન્ડ 85 ડોલર, અમેરિકન 90 ડોલર મળી કુલ રૂ. 1,18,900ની માલમતાને તસ્કરો ચોરી ગયા હતા. દંપતીને બે સંતાન છે, બંને પરદેશમાં છે. નોંધનીય બાબત એ પણ છે કે, શિલ્પાબેને ઘરમાં નાના નાના 12થી 15 પાકીટમાં થોડી થોડી રોકડ મુકી હતી, જે પણ ચોરો તફડાવી ગયા હતા.

દેશની રક્ષા માટે સુરક્ષાબળ સતત તૈનાત રહે છે ત્યારે ચોર તેમના ઘરને પણ નિશાન બનાવે છે
સુરક્ષા બળના જવાનને ત્યાં ચોરી થઈ હતી. રૂ. 60 હજાર રોકડ, એક સોનાની ચેઈન, સોનાની બુટ્ટી, એપલનો આઈપેડ રૂ. 15 હજાર, ન્યુઝીલેન્ડ 85 ડોલર, અમેરિકન 90 ડોલર મળી કુલ રૂ. 1,18,900ની ચોરી થઈ હતી. ભદ્રેશ નાયક

સદનસીબે 10 તોલા સોનું ન ચોરાયું
સોમવારે રાત્રે તસ્કરો આમ તો ઘરનો કબાટ સહિત અનેક જગ્યા તપાસી ગયા હતા પરંતુ એક ચોરખાનું ખોલી શક્યા નહોતા. મળતી માહિતી મુજબ આ ચોરખાનામાં 10 તોલા સોનુ મુક્યું હતું, જે બચી ગયું હતું. નરેશભાઈના પત્ની શિલ્પાબેનના કહેવા મુજબ તેમને ચોરીની જાણ હજીરા કરાઈ ત્યારે જલાલપોર આવતા સૌથી વધુ ચિંતા સોનાના દાગીનાની હતી, જે ચોરાયું ન હતું.

વહેલી સવારે 4 વાગ્યે કૂતરા ભસ્યા હતા
જલાલપોરમાં જ ઘરમાં ચોરી થઈ તેની નજીકના ઘરે નકુલ નામનો યુવાન નોકરી કરી રાત્રે બે વાગ્યે આવ્યો ત્યારે તેને કંઈ અજુગતુ જણાયું ન હતું. બાદમાં રાત્રે 4 વાગ્યાના અરસામાં નરેશભાઈના ઘરની સામે રહેતા અજીતભાઈના ઘરના પાળેલા કૂતરા બહુ ભસ્યા હતા. જેથી ચોરી રાત્રે બેથી ચારમાં ખેલ કરી ગયાની શક્યતા છે.

ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ છે
ચોરી કરનાર એક જ ટોળકી છે કે નહીં, જાણકાર સામેલ છે કે નહીં સહિતની તમામ શક્યતાઓ નજર સામે રાખી ટીમો બનાવી પોલીસ તપાસ કરી રહી છે. એમ.બી. રાઠોડ, પીઆઈ, જલાલપોર પોલીસ

હજીરા રહેતા પેરા મિલિટરી ફોર્સના જવાન જલાલપોરનું ઘર સોમવારે બંધ કરી ગયા ત્યાં ચોરી થઈ ગઈ
છેલ્લા 16 દિવસમાં જલાલપોરમાં 4 ઘરફોડ
10મીએ દક્ષિણી મહોલ્લામાં દિવસે 2.67 લાખની ચોરી

17મીએ સહયોગ સોસાયટીમાં દિવસે 1 લાખની ચોરી

24મીએ આદર્શનગરમાં દિવસે 1.22 લાખની ચોરી

25થી 26 તારીખ વચ્ચે રાજપુત મહોલ્લામાં રાત્રે 1.18 લાખની ચોરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો