બોરીયાચ પાસેથી દારૂ ભરેલા ટેમ્પો સાથે એક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી ગ્રામ્ય પોલીસના અહેકો હિરેન હર્ષદભાઈને બાતમી મળી હતી કે બોરીયાચ ટોલનાકા ખાતે ટેમ્પો (નં. MH-11-AL- 0764)માં દમણથી વિદેશી દારુ ભરીને સુરત તરફ જનાર છે. આ બાતમીને આધારે બોરીયાચ ટોલનાકા પાસે હાઈવે નં. 48 મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવ્યો હતો. પોલીસે તેમાં તપાસ કરતા કુલ 2640 બાટલીઓ કિંમત રૂ. 2.39 લાખનો દારૂ મળી આવતા ડ્રાઈવર ખાલિક હુસેન ગુલામ મુસ્તુફા શેખ ( લીંબાયત, સુરત, મૂળ ઉત્તરપ્રદેશ)ની અટક કરી હતી. આ દારૂ સુરતનાં પીન્તીયો નામના બુટલેગર દ્વારા ભરાવ્યો હતો અને લેનાર પણ તે જ હોય તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. વધુ તપાસ પીએસઆઈ ટી.આર.ચૌધરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...