તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓઈલ પડી રહ્યું છે કહી 95900 રોકડ ભરેલી થેલી ગઠિયો ચોરી ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કબીલપોર ખાતે રહેતા રિક્ષાચાલક જૂનાથાણા ખાતે બેંકમાંથી પૈસા કાઢીને રિક્ષાના આગળના ભાગે થેલીમાં મુકીને જતો હતો ત્યારે એક યુવાને તેની પાસે આવી ‘આપ કી રિક્ષામેં સે ઓઈલ ગીર રહા હૈ’ કહેતા રિક્ષાચાલક જોવા જતા તકનો લાભ લઈ ગઠિયા રૂ. 95900 રોકડા, પાસબુક, ચેકબુકવાળી થેલી લઈને ભાગી છૂટ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોસઈ એમ.બી.કોંકણી કરી રહ્યા છે.

કબીલપોરના હરિપાર્ક સોસાયટીમાં રહેતો વિનોદ મગન ટંડેલ 18 વર્ષથી પોતાની રિક્ષા (નં. જીજે-21-ડબલ્યુ-0307) ફેરવે છે. ગતરોજ બપોરના સુમારે તેઓ પોતાના ઘરના કામ માટે બહાર ગયા હતા અને નાણાંની જરૂરિયાત હોય તેઓએ જૂનાથાણા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાંથી રૂ. 1 લાખ ઉપાડ્યા હતા. રૂ. 100ના દરની એક નોટ ફાટેલી હોય ...અનુ. પાના નં. 3

1 વર્ષ અગાઉ આવી જ છેતરપિંડી થઈ હતી !
નવસારીમાં એક વર્ષ અગાઉ સેન્ટ્રલ બેંક પાસે ઓઈલ પડે છે તેમ કહી કારચાલક સાથે છેતરપિંડી થયાની ઘટના પણ નોંધાઈ હતી. જોકે ત્યારે પોલીસે પેટ્રોલિંગ કરતા આવી ઘટના બંધ થઈ હતી. આજરોજ પણ આવી જ રીતે ઓઈલની પિચકારી મારીને ઓઈલ પડે છે તેમ કહી નજર ચૂકવીને નાણાં કે કિંમતી વસ્તુઓની ચોરી જનારી ગેંગનું આગમન થયું હોવાની ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો