શ્રીજી ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ સાયન્સ ખાતે નર્સિંગ ડેની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ : ભીનારના ખડકાળા ખાતે આવેલા શ્રીજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ ખડકાળા ખાતે વાંસદાના ભૂતપૂર્વ ન્યાયાધીશ નિરંજન વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ફ્લોરેન્સ નાઈન્ટીંગલનો જન્મ ઈ. સ.12.05.1820માં થયો હતો. તેમણે બીજા વિશ્વ યુદ્ધ વખતે ઘાયલ સૈનિકોને સેવા બજાવી હતી. તેમની અંતર પ્રેરણાથી નર્સિંગ ક્ષેત્રે વ્યવસાય રૂપ આપતા નર્સિંગના અભ્યાસના ધારાધોરણ નક્કી કરી નર્સિંગ સંસ્થાની સ્થાપના કરી હતી, ત્યારથી તેમનો જન્મદિવસ નર્સિંગ ડે તરીકે ઊજવવામાં આવે છે. શ્રીજી ઇન્સ્ટિટ્યૂટના તાલીમાર્થી બહેનો દ્વારા નર્સિંગ ડે ઉજવણી કરતાં હેન્ડ વોશિંગ, નૃત્ય, વ્યસનમુક્તિ ડાન્સ જેવી કૃતિઓ રજૂ કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન આચાર્ય ગૌરાંગ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

શ્રીજી ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ સાયન્સ ખાતે નર્સિંગ ડે ની ઉજવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...