તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં આયોજિત ડાયરામાં NRIઓએ ડોલર વરસાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એનઆરઆઇ વિસ્તાર તરીકે જાણીતા નવસારીમાં યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં ડાયરા રસિક એનઆરઆઇઓએ ડોલરનો વરસાદ કર્યો હતો. ગૌરક્ષાના લાભાર્થે નવસારીના ગૌરક્ષકોએ ઇટાળવાનાં બીઆર ફાર્મ ખાતે ડાયરાના જાણીતા કલાકાર ગીતા રબારીના ડાયરાનું આયોજન કર્યુ હતું. રાત્રે 10 વાગ્યે શરૂ થયેલ ડાયરો મોડી રાત્રે 3 વાગ્યા સુધી ચાલ્યો હતો અને હજારોની સંખ્યામાં ડાયરારસિકોએ ગીતાબેનના ડાયરાને માણ્યો હતો. આમ તો ડાયરાની પ્રણાલિ મુજબ ડાયરાને પ્રશંસા આપવા રસિકોએ રૂપિયાનો વરસાદ તો કર્યો જ હતો પરંતુ ડાયરાને માણવા આવેલ અનેક એનઆરઆઇઓએ ગીતા રબારીના ગાયનને ‘દાદ’ આપવા ડોલરો પણ મન મૂકીને વરસાવ્યા હતાં. ડોલરોનો રીતસર ઢગલો થઇ ગયો હતો. જોકે ડાયરા દરમિયાન કેટલા ડોલર વરસાવવામાં આવ્યા એ જાણી શકાયું નથી.

હાલ નવસારીમાં એનઆરઆઇ સીઝન ચાલી રહી છે અને મોટી સંખ્યામાં એનઆરઆઇ આવ્યા છે.. ત્યારે તેઓ દ્વારા ડાયરાની અનોખી રીતે દાદ અપાઇ છે. નવસારી અગાઉ ભાઠલા ખાતેના ગીતા રબારીનાં જ ડાયરામાં ડોલરને વરસાદ કરાવાયો હતો. રાત્રે 10 વાગ્યે શરૂ થયેલો ડાયરો રાત્રે 3 વાગ્યા સુધી ચાલ્યો હતો.

ડાયરાના એક આયોજક નવસારીના ગૌરક્ષક આગેવાન સાજન ભરવાડે જણાવ્યું કે, અગાઉ ગૌસેવા, ગૌશાળા, પાંજરાપોળ માટે તો ડાયરા થયા હતાં પરંતુ ગૌરક્ષા માટે પ્રથમ ડાયરો યોજાયો છે. ડાયરામાં ડોલર વરસાવાયા એ વાત સાચી છે. જોકે, કેટલા ડોલર વરસ્યા એ ગણતરી હજુ કરાઇ નથી. ડાયરામાં ઉપસ્થિત એનઆરઆઇ દ્વારા ડોલર વરસાવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...