તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીનો યુવક ગુમ થતાં ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીના જોષી મહોલ્લામાં નિલકંઠ એપાર્ટમેન્ટના ઘર નં. 204માં ભીખુભાઈ બદામી તેના પુત્ર નિરજભાઈ સાથે તેના પરિવાર સાથે રહે છે. ગત 10મી ડિસેમ્બરે હાલ બેકાર એવા નિરજ બદામી (ઉ.વ. 36) ઘરેથી બજાર જાઉ ચું એમ કહીને બપોરના સમયે ગયો હતો. જે સાંજે પરત ઘરે ન ફરતા તેના પિતાએ શોધખોળ હાથ ધરી હતી. આજસુધીમાં સગાવહાલામાં તપાસ કરતા આજદિન સુધી તે મળી ન આવતા પિતા ભીખુભાઈ બદામીએ પુત્ર નિરજ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગુમ નિરજ શરીરે મધ્યમ બાંધાનો, ઉંચાઈ 5 ફૂટ 6 ઈંચ, સફેદ ટીશર્ટ-ભૂરા રંગનુ જીન્સ અને પગે બૂટ પહેર્યા છે. તે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા જાણે છે. ગુમ નિરજની ભાળ મળે તો નવસારી ટાઉનના હે.કો. કિરીટ પટેલનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...