તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | યુએઈ (યુનાઈટેડ આરબ અમીરાત)ના અબુધાબી ખાતે ખ્યાતનામ મસ્જિદની નજીક 27 એકર જમીન ઉપર બીએપીએસનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે તે એક અલૌકિક ઘટના છે. અબુધાબીના શેખે સુલતાને કહ્યું છે કે ‘અમારી મસ્જિદ અને બીએપીએસનું સ્વામિનારાયણ મંદિર અબુધાબીનું ગૌરવ બની રહેશે. પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને રાખ્યા છે તેથી બધા એમના પ્રત્યે આકર્ષાય છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામીજી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામીજીના પ્રભાવ અને પ્રતાપત અનેરા છે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ સભાને સંબોધતા મંદિરના કોઠારી ડો. પૂર્ણકામ સ્વામીએ ઉચ્ચાર્યા હતા.ડો. પૂર્ણકામ સ્વામીએ સ્વામીની વાતો ગ્રંથને આધારે ભગવાન અને ગુણાતીત સંતનો મહિમા સમજાવ્યો હતો. દુબઈના ધનાઢ્યો પૈકીના એક ગણાતા મહેન્દ્રભાઈ પટેલ ગુરૂહરિ મહંત સ્વામીના દર્શને આવેલા ત્યારે તેમણે કહેલું કે યુએઈમાં 27 એકર જમીન ઉપર અબુધાબીની પ્રખ્યાત મસ્જિદની નજીક બીએપીએસ સ્વામીનારાયણ મંદિર એક આશ્રર્યકારક ઘટના છે. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર પોતાનું સમગ્ર ઐશ્વર્ય, અક્ષરધામ તથા પાર્ષદોની લઈને પધારેલા. ગુણાતીત સંતની એ પરંપરા ચાલુ જ છે. વર્તમાનકાળે પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. ભગવાન અને સાધુની મહિમાની વાત નિરંતર કરવી અને સાંભળવી. મહિલા સમજવા જેવું બીજુ કોઈ મોટુ સાધન નથી. ભગવાન અને સંતનો મહિમા સમજાય તો જીવબળિયો થાય છે. મહિમા સમજવા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં.

અન્ય સમાચારો પણ છે...